નડિયાદમાં 4 કિલો ગાંજા સાથે બે લોકોની ધરપકડ

નડિયાદ ના શ્રેયસ ગરનાળા પાસે થી મોટી માત્રા માં ગાંજા સાથે બે આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી.નડિયાદમાંથી 4 કિલો ગાંજા સાથે બિહારના બે ઇસમો પકડાયા.આ સમગ્ર મામલે ગાંજો આપનારા અને ગાંજો મંગાવનારા શખ્સોના નામ ખૂલ્યાં.
પોલીસે કુલ 4 શખ્સો સામે ગુન્હો નોંધી હાલ તપાસ હાથ ધરી છે.નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા શ્રેયસ ગરનાળા નજીક ખેડા એલસીબી ની ટીમે 4 કિલો ગાંજા સાથે બિહારના બે ઇસમોને ઝડપી લીધા.પોલીસે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
પોલીસની પુછપરછમાં મહમંદ શહેરરોજ ઉર્ફે રોનક મહંમદ સલાઉદ્દીન મહમંદ નસરુદ્દીન અન્સારી અને સોનુકુમાર ગબુશંકર ખટીક બિહાર ના હોવાનું ખૂલ્યું.પોલીસે આ બંને ઈસમો પાસેથી એક બેગ કબજે કરી હતી. જેમાંથી ચાર કિલો ગાંજો મળી આવ્યો છે.પોલીસની તપાસમાં આ ગાંજો બિહારના ગોલું નામના ઈસમે આપ્યો હોવાની તથા માતર તાલુકાના સિંહોલડી ગામના શખ્સે ગાંજો મંગાવ્યો હોવાની કબૂલાત.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola