Mahisagar Marriage | 75 વર્ષના દાદા બન્યા ‘વરરાજા’, પોતાના લગ્નમાં મન મૂકીને નાચ્યા

Continues below advertisement

એજ ઈઝ જસ્ટ અ નંબર આ વાત પુરવાર કરી છે મહિસાગર જિલ્લાના અમેઠીના 75 વર્ષના દાદાએ.. જી હા..ખાનપુર ગામમાં રહેતા વૃદ્ધે 75 વર્ષની ઉમરે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ઘડપણમાં એકલવાયું જીવન જીવતા સાયબાભાઈ ડામોરે 75 વર્ષ લગ્ન જીવન ફરી માંડ્યું છે.

સાયબાભાઈ ડામોર છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન જીવતા હતા. તેઓ જમવાનું બનાવવાથી માંડીને આખા દિવસનું બધુય કામ એકલા હાથે કરતા હતા. સાયબાભાઈએ ધામધૂમથી લગ્ન કર્યા છે. આ લગ્ન કર્યા બાદ સાયબાભાઈએ સમાજમાં ઉદાહરણ પુરુ પાડ્યું છે કે એજ ઈઝ જસ્ટ અ નંબર.. વીધી વિધાનથી લગ્ન કરીને સાયબા ભાઈએ આખા ગામને હોંશે હોંશે જમાડ્યું હતું. સાયબાભાઈએ લગ્ન કરી પછી કહ્યું કે, મારો કોઈ સહારો નહોતો.. બધુય કામ મારે જાતે જ કરવું પડતું હતું એટલે ગામના લોકોએ કહ્યું કે ફરી પરણી જાવ...હવે હું લગ્ન કરીને ખુશ છું.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram