
Panchmahal Suicide : મોબાઇલ ચોરીનો આરોપ લાગતાં યુવકે ચાલુ ટ્રેને કરી લીધો આપઘાત
Panchmahal Suicide : મોબાઇલ ચોરીનો આરોપ લાગતાં યુવકે ચાલુ ટ્રેને કરી લીધો આપઘાત
પંચમહાલમાં મોબાઈલ ચોરી આરોપનું લાગી આવતા મુસાફરે ચાલુ ટ્રેનમાં કરી આત્મહત્યા. ટ્રેન ના શૌચાલય મા મફલર વડે ગળે ફાંસો ખાઈને સંજય યાદવ નામના મુસાફરે કરી આત્મહત્યા. ટ્રેન નંબર 12942 પારસનાથ એક્સપ્રેસ ટ્રેનના એસ 1 સ્લિપર કોચમાં બની ઘટના . ટ્રેનમાં સવાર અન્ય મુસાફરે મૃતક ના માથે મોબાઈલ ચોરી કર્યા હોવાનો મૃતકના સગાનો આક્ષેપ . ટ્રેન ગોધરા સ્ટેશન ખાતે થોભાવી રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી. રેલ્વે કેરેજ વિભાગના કર્મચારીઓ ની મદદ લઈ ટ્રેનના સૌચાલય નો દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો . મુસાફર બિહારના ગયાથી ભાવનગર અલંગ મજુરી કામ અર્થે જઈ રહ્યાં હતાં દરમિયાન બની ઘટના . બનાવને પગલે પારસનાથ એક્સપ્રેસ ટ્રેન અંદાજીત અડધો કલાક મોડી પડી . રેલ્વે GRP પોલીસે મૃતદેહ પી એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.