Vadodara Accident : વડોદરામાં ડમ્પરની ટક્કરે યુવકનું મોત, પિરવારમાં માતમ

Continues below advertisement

Vadodara Accident : વડોદરામાં ડમ્પરની ટક્કરે યુવકનું મોત, પિરવારમાં માતમ 

વડોદરા શહેરમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસની નિષ્કાળજી અને બેદરકારી સામે આવી છે. દિવસ દરમિયાન બપોરે ફક્ત 1 થી 4 માં જ ભારધારી વાહનોને પ્રવેશ છે, છતાં પણ મસ મોટા ડમ્પરો રેતી કપચી સિમેન્ટ ભરી અને દિવસભર ફરતા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે રાત્રે સમા કેનાલ પાસેના મુખ્ય રોડ પરથી પસાર થતા બાઈક સવાર અમિત મકવાણાને ડમ્પર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ બાઈક સવારનું મોતની નીપજ્યું હતું. સમા પોલીસે કાર્યવાહી કરી ડમ્પરના ચાલકની ધરપકડ કરી હતી. સાથે ડમ્પર પણ જપ્ત કર્યું હતું, દાહોદથી મજુરી કામ અર્થે વડોદરા આવેલા અમિતભાઈ મકવાણાના પરિવારમાં તેમના ધર્મપત્ની અને ત્રણ બાળકો છે. મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરનાર અમિત મકવાણાનું અકસ્માતે મોત થતા પરિજનો પર આભ તૂટી પડ્યું હતું. અકસ્માત બાદ મૃતક અમિતનો પાર્થિવ દેહ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું પીએમ કરાયું. બીજી તરફ સમા પોલીસ સમગ્ર ઘટના મામલે કાર્યવાહી કરી રહી છે તો પરિજનોએ ડમ્પર ચાલક અને તેના માલિક સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી હતી અને સરકાર સમક્ષ નોધારા થયેલા પરિવારને આર્થિક સહાય આપવા માંગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram