Vadodara ના ખાનગી પાર્ટી પ્લોટમાં AAPનું સંમેલન, વિધાનસભાની ચૂંટણી અંગે કરાઇ ચર્ચા
વડોદરાના સમા સાવલી રોડ પર આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં મધ્ય ગુજરાતના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં 2022માં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે ક્યાંય સંગઠન મજબૂત છે ક્યાંક નબળું છે ત્યારે હાલ સમગ્ર રાજ્યમાં સંગઠન મજબૂત કરવાનું કામ ચાલુ છે. મહત્વનું છે કે આગામી વિધાનસભાની ચૂંટણી શિક્ષણ, સ્વાસ્થય, રોજગાર અને ખેતીના મુદ્દે આપ લડશે તેવી રણનીતિ ઘડવામાં આવી રહી છે