અસ્મિતા વિશેષઃ તાંત્રિકના તમાશાનો અંત ક્યારે?
અસ્મિતા વિશેષમાં આજે વાત પાખંડી ગુરૂની કરીશું જેણે અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા છે અનેક લોકોને પોતાની માયાજાળમાં ફસાવ્યા તે ધર્મના નામે ધતિંગ કરતો રહ્યો. તે વિશ્વાસના નામે લોકોને ખંખેરતો રહ્યો. તેણે લોકોના ખિસ્સા ખાલી કરી મહેલ તાણ્યો પણ આખરે તેની કરતૂતોએ જવાબ આપી દીધો. કહેવાય છે કે પાપનો ઘડો છલકાતા વાર નથી લાગતી.