Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો

Continues below advertisement


લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો લઈને જતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીએ વડોદરામાં બે વાહનોને ટક્કર મારી. અકસ્માત બાદ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. થોડા સમય પહેલા અમદાવાદના બગોદરા પંથકમાં લૂંટની ઘટના બની હતી. ગુનાનો મુખ્ય આરોપી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા દોડી આવી અને સ્થાનિક ફતેગંજ પોલીસ સ્ટેશનની નજીક આવેલા એક શોરૂમ પાસેથી આરોપીને દબોચી લીધો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ કબજે કરી.ક્રાઈમ બ્રાન્ચના જવાનો કાર લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવિંગ કરી રહેલા પોલીસકર્મીએ રાત્રીના સમયે બે વાહનોને ટક્કર મારી. અકસ્માતને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.બેદરકારીભર્યા ડ્રાઈવિંગને કારણે લોકોએ સ્કોર્પિયો કારને ઘેરી લીધી. કારમાં સવાર પોલીસ કર્મીઓનો સ્થાનિકોએ ઉધડો લીધો. થોડીવાર માટે ઘટના સ્થળે ભારે અફરાતફરી અને ઘર્ષણ જેવો માહોલ જોવા મળ્યો..બાદમાં પોલીસે આવીને મામલો થાળે પુાડ્યો..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola