Baroda Dairy controversy: બરોડા ડેરી વિવાદમાં ચેરમેન દિનુ મામાના કેતન ઈનામદાર પર પ્રહાર
બરોડા ડેરીના મેરાકુવા દૂધ મંડળીમાં મૃતકોના નામે લાખોનો વહીવટ થયા બાદ તપાસમાં મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમારે ગેરરીતિ કરી હોવાનો પર્દાફાશ થયો છે.. જો કે ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીમાં કૌભાંડ ચાલી રહ્યુ હોવાના આરોપોમાં કોઈ તથ્ય ન હોવાનો પૂર્વ એમડી અજય જોષીએ દાવો કર્યો. તો બીજી તરફ બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામાએ ધારાસભ્ય કેતન ઈનામદારના આરોપોનો છેડ ઉડાવીને શાબ્દિક પ્રહાર કર્યા.. દિનુ મામાએ કેતન ઈનામદારને પડકાર ફેંકતા કહ્યું કે જે પણ તપાસ કરાવવી હોય તે કરાવી લે, ડેરીનો વહીવટ તલસ્પર્શી છે.. કેતન ઈનામદાર પોતાના મતવિસ્તારમાં થતી કામગીરીમાં ધ્યાન આપે તો સારૂ.. જ્યા સુધી હું પ્રમુખ છુ કોઈ જ ગેરરીતિ નહીં થવા દઉં.. તમામ વહીવટ બેંકથી જ ચાલે છે.. કોઈપણ ખાતેદાર સાથે સીધો નાણાકીય વહીવટ થતો નથી.