Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી

Continues below advertisement

Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી

વડોદરાના ડભોઈમાં એક ફેસબુક પોસ્ટ જેવા મુદ્દે ભાજપના જ બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે દારૂ વેચાય છે તેવી સોશિયલ મીડિયા પરની પોસ્ટ મુદ્દે ભાજપના બે જૂથના કાર્યકરો જાહેરમાં મારામારી પર ઉતરી આવ્યા હતા. ભાજપના બે જૂથના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીમાં બે વ્યકિતને ઈજા પણ પહોંચતા સારવારમાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. ફક્ત સોશિયલ મીડિયા પોસ્ટ જ નહીં પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણીનું જુનુ મનદુઃખ પણ સમગ્ર મુદ્દે જવાબદાર છે તેવું સામે આવ્યું હતું. 

ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ ભાજપના જ બે જૂથો પડી ગયા હતાં. તાજેતરમાં ભીલાપુરની રેશનિંગની દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ થતા બે જૂથ વચ્ચે અંતર વધ્યું હતું. ભાજપના આ બંને જૂથોના કાર્યકરો વારંવાર એકબીજા પર આરોપો પણ લગાવતા હતાં. આ વચ્ચે એક જૂથના કાર્યકરે સોશિયલ મીડિયામાં ગામમાં દારૂ મળતો હોવાની પોસ્ટ મૂકી અને મામલો વણસ્યો હતો.  બંને જૂથના ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા અને ગામના મુખ્ય માર્ગ પર જાહેરમાં બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ જૂથ અથડામણમાં બે વ્યકિત પરેશ પટેલ અને કિરણ પટેલને માથામાં ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડ઼વા પડ્યા હતાં. જોકે ભાજપના જ બે જૂથ વચ્ચે આ મારામારી અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.  

ફેસબુક પોસ્ટ બાદ ભાજપના જ બે જૂથના કાર્યકરો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. ગામના મુખ્ય માર્ગ પર બંને જૂથો સામસામે આવી જતાં અફરાતફરી મચી ગઈ હતી અને ભારે બોલાચાલી બાદ જૂથ અથડામણ થઈ હતી. આ હિંસક ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે, જેનાથી સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. ગઈકાલે ભાજપના એક જૂથના કાર્યકરે ફેસબૂક પર 'ગામમાં દારૂ મળે છે' તેવી પોસ્ટ મૂકી હતી. લોહીયાળ મારામારીમાં બંને પક્ષે ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક અસરથી ડભોઇ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ ડભોઇ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola