CM રૂપાણીની તબિયત બગડી, સ્ટેજ પર બોલતાં બોલતાં લથડીને નીચે પડી ગયા, જુઓ Live Video

વડોદરાઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી  વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. રૂપાણી બોલતાં બોલતાં અચાનક રોકાયા હતા ને તેમની આંખો પણ બંધ થઈ ગઈ હતી. ચાલુ ભાષણ દરમિયાન જ તેમને ચક્કર આવતાં તે લથડીને નીચે પડવા લાગ્યા હતા પણ તેમના એક સીક્યુરિટી જવાને ભારે સતર્કતા બતાવીને તેમને નીચે પડવા નહોતા દીધા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola