મોં પર માસ્ક નહીં, બાઇક પર નંબર પ્લેટ નહીઃ વડોદરાનો પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
વીડિયોમાં જોવા મળતો વડોદરાના પોલીસ કોન્સ્ટેબલે નથી મોં પર માસ્ક પહેર્યું. તે જે બાઇક પર જઇ રહ્યો છે તેના પર નંબર પ્લેટ પણ નથી. છતાં હાથાપાઈ કરતો આ પોલીસકર્મીનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશભાઈ સામે પોલીસ કમિશનરે કાર્યવાહી કરી હતી અને રમેશભાઈને સસ્પેંડ કરી દેવામાં આવ્યા હતા.