Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

Continues below advertisement

Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

વડોદરાના પાદરા-જંબુસર રોડ પર હત્યા કેસમાં ખુલાસો. સગીર દીકરીએ જ બાપની હત્યા કરાવ્યાનો ખુલાસો. પ્રેમ પ્રકરણમાં સગીરાએ જ સગા બાપની હત્યા કરાવ્યાનો ખુલાસો. પ્રેમી જોડે મળીને સગીરાએ જ પોતાના બાપની કરાવી હત્યા. પાદરા પોલીસે સગીરા સહિત ત્રણ લોકોની કરી ધરપકડ. હત્યારા પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્ય વસાવાની ધરપકડ. રણજીત વાઘેલા સામે અગાઉ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયાનો ખુલાસો.

કળિયુગમાં લોહીના સંબંધોની કોઈ કિંમત રહી નથી તેવું સાબિત કરતી ઘટના વડોદરા જિલ્લામાં બની છે. પાદરા-જંબુસર રોડ પર શાણાભાઈ નામના આધેડની હત્યા કરવામાં આવી હતી. પાદરા પોલીસ (Padra Police) દ્વારા જ્યારે આ કેસની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મૃતકની સગીર વયની દીકરી જ આ ષડયંત્રની મુખ્ય સૂત્રધાર નીકળી હતી. સગીરા એક યુવક સાથે પ્રેમમાં હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ પિતા આ સંબંધની વિરુદ્ધ હતા.

પ્રેમી અને મિત્ર સાથે મળી ઘડ્યો પ્લાન

પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, સગીરાનો પ્રેમી રણજીત વાઘેલા પાપડ બનાવવાની ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો. રણજીત સામે અગાઉ પણ પાદરા પોલીસ મથકે પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધાયેલો છે. પિતા પ્રેમ સંબંધમાં અવરોધરૂપ બનતા હોવાથી દીકરીએ પ્રેમી રણજીત અને તેના મિત્ર ભવ્ય વસાવા સાથે મળીને પિતાનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. આ ત્રણેયે મળીને શાણાભાઈની હત્યા કરી નાખી હતી.

અગાઉ પણ મારવાનો પ્રયાસ કર્યો હતો 

આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે સગીરાએ આ પહેલાં પણ માતા-પિતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ભૂતકાળમાં માતા-પિતાને ઊંઘની ગોળીઓ ખવડાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે તેઓ બચી ગયા હતા. જોકે, આ વખતે તે પોતાના ઈરાદામાં સફળ થઈ ગઈ હતી.

પોલીસની કાર્યવાહી

પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં આ ક્રાઈમ ન્યૂઝ (Crime News) નો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મુખ્ય આરોપી પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્ય વસાવાની ધરપકડ કરી છે. જ્યારે હત્યામાં મદદગારી કરનાર સગીર દીકરીને કાયદાકીય પ્રક્રિયા બાદ બાળ સંરક્ષણ ગૃહ (Child Protection Home) માં મોકલી આપવામાં આવી છે. હાલ પોલીસ હત્યામાં વપરાયેલું હથિયાર શોધવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola