હું તો બોલીશઃ પોલીસે થપ્પડ માર્યાનો વડોદરાના પૂર્વ સાંસદે લગાવ્યો આરોપ
વડોદરાના ભૂતપૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને નવાપુરાના પીએસઆઇ પટેલે બે લાફા ઝીંકી દઈ ઘરે જઇ વોન્ટેડ બતાવાની ધમકી આપી હોવાનો વિવાદ થયો છે. અખિલ ભારતીય યુવક કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેને માસ્ક યોગ્ય રીતે ન પહેર્યો હોવાથી બહેનને અટકાવી દંડ માગતા પૈસા આપવા પહોંચેલા ગાયકવાડને પોલીસે માર્યા હોવાનો આક્ષેપ ગાયકવાડે કર્યો છે.