Godhra News | ગોધરામાં સામે આવ્યું ગેસ રિફિલિંગ કૌભાંડ, કેવી રીતે થયો પર્દાફાશ?
Godhra News | ગોધરાનાં GIDC માં આવેલ એચ પી ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેર કાયદેસર રીતે ગેસ રિફિલીંગ થતું હોવાની બાતમી જિલ્લા પૂરવઠા વિભાગ ને મળી હતી જે બાતમી ના આધારે જિલ્લા પુરવઠા ટીમ દ્વારા રેઇડ કરતા ગૅસ રિફિલિગ નુ સમગ્ર કૌભાંડ ઝડપાયું એજન્સીના સંચાલક દ્વારા 19 કિલોના ગેસ સિલિન્ડર માંથી 5 કિલોના સિલિન્ડર માં રીફિલિગ કરવામાં આવતું હતું પૂરવઠા વિભાગ દ્વારા તપાસમાં 19 કિલોના 31 બોટલ, 19 કિલોના ખાલી 94 બોટલ, 5 કિલોના 482 બોટલ ની ઘટ પણ સામે આવી જેની કુલ કીમત 10.10 લાખ થવા જઈ રહી છે. આ તરફ કેંદ્ર સરકાર ની નિ શુલ્ક ઉજ્વલા યોજના હેઠળ આવતાં લાભાર્થીઓ પાસે થી સી એન ગૅસ એજન્સી સંચાલક દ્વારા રકમ લેવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું.