Vadodara Crime: પુત્ર સામે ફરિયાદ બાદ પ્રથમવાર કરજણ ધારાસભ્ય અક્ષય પટેલનું નિવેદન
Continues below advertisement
વડોદરા કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સહિતના પાંચ શખ્સને ડમ્પરના ચાલકને ઢોર માર મારવાનું ભારે પડ્યું છે. વાયરલ વીડિયોના ચાર દિવસ બાદ આખરે ફરિયાદ થઈ હતી.. ઘટનાના એક સપ્તાહ બાદ આખરે ધારાસભ્ય કરજણ પટેલની પ્રતિક્રીયા સામે આવી. અક્ષય પટેલે કહ્યું કે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ કરી રહી છે. મે વીડિયો વાયરલ થતા જ પોલીસને નિયમ મુજબ ફરિયાદ નોંધવા સૂચના આપી હતી. મારા પુત્રની સંડોવણી હતી કે નહીં તે તપાસમાં સ્પષ્ટ થશે. ભગવાન પર મને વિશ્વાસ છે અને આરોપ લગાવનારને ભગવાન પાઠ ભણાવશે. તો વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે હું ક્યારેય કોઈ ઘટના દબાવતો નથી. ભૂતકાળમાં પણ વિરોધીઓ આવા ખોટા આરોપ લગાવી ચૂક્યા છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement