Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

વડોદરામાં ભાજપ દ્વારા યોજાતા સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપની સદસ્યતા કયા ધારાસભ્ય વધારે છે તેને લઈને વિવાદ સર્જાયો હતો,  માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને અકોટા ના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ આમને સામને આવી ગયા હતા. ધારાસભ્ય યોગેશ પટેલ ના વિધાનસભા ક્ષેત્ર માંજલપુરમાં શહેરમાં સૌથી ઓછી ભાજપની સદસ્યતા નોંધાઈ તો તેમણે સવાલ ઉભો કરી દીધો કે લોકો કામ પતે એટલે ખંખેરી ને નીકળી જતા હોય છે અને એમાં અમે રહી ગયા આ તો કાચબા અને સસલા ની વાર્તા જેવો ઘાટ થયો છે અમે સસલાની માફક તો અકોટા ના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાચબાની માફક રહ્યા પણ તેઓ આગળ નીકળી ગયા, તેઓ સદસ્યતા અભિયાનમાં કેમ આગળ નીકળ્યા તે પણ તપાસનો વિષય ગણાવ્યો હતો તો અકોટામાં યોજાયેલી ભાજપ સ્નેહ મિલન કાર્યક્રમમાં અકોટા ના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ જાહેરમાં ધારાસભ્ય યોગેશ પટેલને સંભળાવી દીધું કે તમારો તપાસનો વિષય યોગ્ય જ છે પણ તપાસ એ થવી જોઈએ કે તમે ભાજપ સદસ્યતા અભિયાનમાં કેમ પાછળ રહી ગયા અને અમે કાચબાની જેમ કેમ આગળ નીકળી ગયા ? એટલે બંને ધારાસભ્યો વચ્ચે શાબ્દિક બાણ ચાલતા જોવા મળ્યા જ્યારે આ પ્રકારના આક્ષેપો પ્રતિ આક્ષેપ થતા હતા ત્યારે ભાજપના જ સ્નેહમિલન કાર્યક્રમમાં હાસ્યની છોડો ઉડી હતી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ પણ હસી રહ્યા હતા,  સીનયર ધારાસભ્ય યોગેશ પટેલ એ ત્યાં સુધી કહ્યું કે અમારા વિસ્તારમાં મહિલાઓ જ ભાજપમાં 10 ટકા કામ કરે છે અને સીટો લેવાની હોય ત્યારે 50% નો હક કરે છે તો તેમની સીટ વહેંચણીમાં 50% કરતાં ઓછી કરી દેવી જોઈએ તેવું મારું માનવું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola