Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?

Continues below advertisement

વડોદરા: ધારાસભ્ય મનીશાબેન વકીલ લોકોના રોષનો ભોગ બન્યા. વડોદરામાં વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર બાદ હવે ધારાસભ્ય મનીશાબેન વકીલ લોકોના રોષનો ભોગ બન્યા છે. કોર્પોરેટર નૈતિક શાહ કિશનવાડી ખાતે પહોંચ્યા હતા, જ્યાં સર્વેની ટીમને લઈને પહોંચ્યા હતા. સ્થાનિકોએ ઉદ્ભવેલી સ્થિતિને લઈને રોષ પ્રગટ કર્યો. થોડી જ ક્ષણોમાં ધારાસભ્ય મનીશા વકીલ પણ ત્યાં પહોંચ્યા, ત્યારે વિફરેલા સ્થાનિકોએ તેમની સામે પણ રોષભર રજૂઆત કરી કે અમુક વિસ્તારમાં જ સર્વે થયો છે. 

વડોદરામાં પૂર બાદ હવે સર્વે મુદ્દે ભાજપ નેતાઓ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે. વડોદરામાં ભાજપના ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા. નગરસેવક નૈતિક શાહ બાદ મનીશા વકીલ રોષનો ભોગ બન્યા છે. મનીષાબેન વકીલે આ અંગે સ્પષ્ટતા કરી કે, પહેલા તો હું પોતે જ ગઈ તી એમની પાસે. એક કાર્યક્રમ હતો અને આ પહેલા પણ ઘણા એવા ભાજપના નેતાઓ પહોંચ્યા હતા લોકોની વચ્ચે. પૂર બાદ સ્થિતિની સમીક્ષા કરવા માટે, લોકોને મળવા માટે. અને ત્યારે પણ ઘણા એવા વિડીયો સામે આવ્યા કે જ્યારે લોકોના રોષનો ભોગ તેઓ બન્યા. અને આ વખતે તમને આવો અનુભવ થયો. એટલે હવે આગળ લોકોની વ્યથા છે આપના સુધી પહોંચી, તો હવે નિરાકરણ આવશે. મેં તમને કીધું, આજે જ સર્વે ચાલુ કરી દીધું છે. 

બીજી વાત એ છે કે નેતા હોય, નેતા લોકોની વચ્ચે જ રહેતા હોય અને રોજનો ભોગ બને એવું નહીં. મારા કાર્યકર્તા જ હતા, એમના ઘરે જઈને પણ હું બેઠી છું. મને પાણી પણ પીવડાવ્યું છે, એની સાથે વાત પણ થઈ છે. ઘણીવાર બેસ સુધી બેઠી છું. એટલે એવું નથી કે લોકોનો રોજનો ભોગ બન્યા. ધેટ ઇસ નોટ કરેક્ટ. પણ હા, એ લોકોની રજૂઆત હતી સાંભળવાની. એ કોઈ બી નેતાની જવાબદારી હોય છે અને એનું નિકાલ કેવી રીતે થાય એ પણ એક અમારી જવાબદારી છે. ભલે કોર્પોરેશનનું કામ હોય, રાજ્ય સરકારનું કામ હોય, એ અમારે સોલ્વ કરવાનું. અમે કર્યું છે આજે. 70% જ્યારે વિસ્તાર પાણીમાં હોય અને ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે એનું સર્વે ચાલતું હોય, ત્યારે અમુક જગ્યા પર ટીમ પહોંચી અને હજુ પહોંચવાની બાકી હોય. એવું નથી કે સર્વે પતી ગયું છે. સર્વે એક ઓનગોઈંગ પ્રોસેસ છે. દુકાનોનું બી સર્વે ચાલે છે, સાથે રેસીડન્સનું બી સર્વે ચાલે છે. ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાથી લોકોને ત્યાં સુધી પહોંચવું સ્લો ચાલે છે. પણ એ સર્વે હજી પત્યું નથી. એટલે એવું ના કહેવાય કે મારા વિસ્તારમાં ભેદભાવ નથી થયો. રોડની બીજી બાજુ ટીમ હતી, તો તરત આ બાજુ બોલાવી લીધી કે ભાઈ પ્રાથમિકતા જ્યાં આ લોકોના આજે એ લોકોની ડિમાંડ છે, તો ત્યાં તો પાછ બપોર પછી પાછું કંટીન્યુ કરશો. એટલે એવું કોઈ ભેદભાવ મારા ત્યાં જોવાનો નથી. 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram