Vadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકી
વડોદરાના શિનોર તાલુકા સેવાસદન કચેરીમાં બાબુઓ અનિયમિત આવતા અરજદારોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. વડોદરાના સિનોર તાલુકાનું સેવા સદન અનેક સમસ્યાઓથી ઘેરાયેલું. સેવાસદન કચેરીની ઘણી બધી ઓફિસની ખુરસી ઉપર સાહેબો નથી પરંતુ માથે ટ્યુબ લાઈટ ચાલુ જોવા મળી.
વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકી. સવારના 11થી 11:30 વાગ્યા સુધી સેવાસદનમાં નાયબ મામલતદાર કે મામલતદાર સહિત જન સેવા કેન્દ્રમાં મોટાભાગના ટેબલ ખુરશી ખાલી જોવા મળી. અને ટ્યુબલાઈટ અને પંખા ચાલુ જોવા મળ્યા... એટલું જ નહીં રેશન કાર્ડમાં નામ સુધારા-વધારા સહિતની કામગીરી માત્ર બે દિવસમાં કરવામાં આવી રહી છે. જેને લઈ અરજદારો કચેરીએ વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યા..
સાથે જ સબ રજીસ્ટર ડભોઇથી શિનોર સેવા સદન પર ચાર્જમાં ફરજ બજાવે છે... ત્યારે કાયમી રજીસ્ટર મુકવામાં આવે તેવી અરજદારોની માંગ છે...