PM Modi Road Show : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક માટે ઉમટી જનમેદની

Continues below advertisement

PM Modi Road Show : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક માટે ઉમટી જનમેદની

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝને આવકારવા માટે એરપોર્ટથી ટાટા ફેક્ટરી ઉપર ભારે ભીડ એકત્ર થતી જોવા મળી રહી છે. એમાંય સ્થાનિક કલાકારો દ્વારા રજૂ થતાં કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. વડોદરાના સાત કલાકારોના એક વૃંદે કર્ણાટકનું છાવ નૃત્ય રજૂ કર્યું હતું. દક્ષિણ ભારતના આ નૃત્ય અને તેની સાથે સંગીતે ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું.

વડાપ્રધાન 2,800 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઉદ્ઘાટન થનાર પ્રોજેક્ટ્સમાં NH 151, NH 151A અને NH 51 અને જૂનાગઢ બાયપાસના વિવિધ વિસ્તારોને ચાર-માર્ગી બનાવવાનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના બાકીના સેક્શનના ચાર માર્ગીય પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. વડાપ્રધાન અંદાજે 1,100 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલ ભૂજ-નલિયા રેલવે ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ વિશાળ પ્રોજેક્ટમાં 24 મોટા પુલ, 254 નાના પુલ, 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અન્ડરબ્રિજનો સમાવેશ થાય છે અને તે કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram