Vadodara News: વડોદરાના સાયબર ફ્રોડનો ભોગ બની આંગણવાડી લાભાર્થી સગર્ભા
Continues below advertisement
કરજણ મિયાગામ ખાતે સગર્ભા મહિલાઓ પર આંગણવાડીમાંથી તમને રૂપિયા આપવામાં આવે છે જે તમારા એકાઉન્ટમાં જમા કરાવવા માટે તમારે તમારો ગૂગલ પે, ફોન પે સ્કેનર આપો આમ કહીને ઠગે મિયાગામની સગર્ભા મહિલાના પતિના એકાઉન્ટમાંથી 18000 રૂપિયા ઓનલાઈન ઉપાડી લીધા હતા.
વડોદરાના કરજણમાં સાયબર ફ્રોડનો ભોગ બની આંગણવાડી લાભાર્થી સગર્ભા. મિયાગામમાં રહેતી સગર્ભાના પતિના બેંક એકાઉન્ટમાંથી 18 હજાર રૂપિયા ઉપડી ગયા. ગઠિયાએ સગર્ભાને ફોન કરીને કહ્યું કે, તમે આંગણવાડીમાં જે ફોર્મ ભર્યું છે. તે માટે તેમને સાડા બાર હજાર રૂપિયા મળવાના છે. પરંતુ તમારૂ બેંક એકાઉન્ટ અનએક્ટિવ છે. અન્ય બેંક એકાઉન્ટની વિગત માગતા સગર્ભાએ પતિના બેંક એકાઉન્ટની વિગત આપી અને એકાએક પતિના બેંક એકાઉન્ટમાંથી 18 હજાર રૂપિયા ઉપડી ગયા. સગર્ભાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Continues below advertisement