Vadodara: ત્રણ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતા એક સપ્તાહ માટે શાળા બંધ
રાજ્યમાં હાલ કોરોના વાયરસે ફરીથી માથું ઉંચક્યું છે. એક અઠવાડિયાથી રોજના 400થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન વડોદરાના ગોત્રી વિસ્તારની આનંદ વિદ્યા વિહાર સ્કૂલના 3 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ શાળા એક સપ્તાહ સુધી બંધ કરી દેવામાં આવી છે. જેને લઈ ધોરણ 10ની ચાલુ પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે અને બાકી રહેલી પરીક્ષા અઠવાડિયા બાદ લેવામાં આવશે.