Amreli Farmer : અમરેલીમાં આકાશી આફતે ખેડૂતોને કર્યા બરબાદ, જુઓ VIDEO

અમરેલી જિલ્લામાં પર છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસી રહેલી આકાશી આફતથી ખેડૂતોની સ્થિતિ બની છે કફોડી. રવિવારના વરસેલા પાછોતરા વરસાદે તો ખેડૂતોનો બાકી બચી ગયેલો પાક પણ નષ્ટ થયો. સાવરકુંડલા, લાઠી, વડિયા, ધારી, બગસરા અને ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે આસોમાં અષાઢની જેમ વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં કપાસ, મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણપણે ફેઈલ જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખાંભામાં તો સતત વરસાદથી ખેડૂતોના ખેતરો તળાવમાં તબ્દીલ થઈ ગયા છે. ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી યોગ્ય સહાય આપે તેવી ખેડૂતોએ માગ કરી. ચોમાસાના પ્રારંભે અમરેલી જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોએ હોંશે-હોંશે સારા પાકની આશાએ મોંઘા ભાવના બિયારણ લાવી વાવણી કરી હતી. જોકે પાછોતરા વરસાદે ખેડૂતોના મોમા આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola