Smart Meter Protest | ગોધરામાં સ્માર્ટ મીટરના વિરોધ સાથે લોકો બેઠા ધરણા પર

Continues below advertisement

ગોધરા માં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. 7 હજાર જેટલા સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ સાથે સોસાયટીના રહીશો એ MGVCl કચેરીએ કર્યા ધરણાં. ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં થોડા સમય પહેલા 7, હજાર જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા. જેને નહી સોસાયટીના રહીશો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને  સ્માર્ટ મીટર હટાવી જુના મીટર ફરી લગાવવા માટે  અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી સોસાયટીના રહીશો દ્વારા  જિલ્લા કલેકટર અને ધારાસભ્ય સુધી રજૂઆત કરવામાં આવી હતી જોકે આ રજૂઆતનો કોઈ પરિણામ ન આવતા આખરે સોસાયટીના રહીશો  MGVCL કચેરી ખાતે પહોચ્યા અને ધરણા કાર્યક્રમ યોજી ભારે સૂત્રરચાર  સાથે. ઊગ્ર વિરોધ દર્શાવ્યો ભૂરાવાવ વિસ્તારના કિન્નરો પણ ધરણાં મા જોડાયા અને તેમના દ્વારા પણ સ્માર્ટ મીટર હટાવવાની રજૂઆત સાથે ઊગ્ર વિરોધ દર્શાવ્યો હતો.  10 દીવસ મા સ્માર્ટ મીટર હટાવી જુના મીટર પરત લગાવવા MGVCL દવારા ખાતરી આપવામાં આવી હોવાનો સોસાયટીના રહીશોએ આરોપ લગાવ્યો સ્માર્ટ મીટર વહેલી તકે દૂર કરવામાં નહીં આવે તો આગમી સમય માં ગાંધી ચિંધ્યા માંગે આંદોલનની ચિમકી સોસાયટી નાં રહિસો દ્વારા ઉચ્ચારવામાં આવી છે .   નોંધણી બાબત છે સ્માર્ટ મીટરના વિરોધ ને લઈ  થોડા સમય પહેલા સોસાયટીના રહેશો ધારાસભ્ય સી કે રાહુલજી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં MGVCL અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને સ્માર્ટ મીટર વિશે ની ગેર સમજ દૂર કરવા અને પૂરી સમજણ આપ્યા બાદ સ્માર્ટ મીટર લગાવવા માટે જણાવ્યું હતું

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram