Vadodara Accident: વડોદરામાં રફતારનો કહેર, ડિવાઈડર કૂદી કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ

વડોદરામાં વૈભવી કારનો અકસ્માત. રાવપુરા વિસ્તારમાં ટાવર ચાર રસ્તા પર ઝુબેલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારનું એક ટાયર પણ નીકળી ગયું. આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ...અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. હાલ તો રાવપુરા પોલીસે સરકારી ટ્રાફિક સિગ્નલને નુકસાન કરવા બદલ કાર ચલાવનાર સામે ગુનો નોધ્યો છે. રાવપુરા પોલીસે કાર માલિકની તપાસ હાથ ધરી. તપાસમાં મુજમહુડા મિતુલ નામના વ્યક્તિની કાર હોવાનું સામે આવ્યું જો કે મિતુલની પૂછપરછમાં આ કાર વેચી દીધી હોવાનું ખુલ્યું છે..જેથી રાવપુરા પોલીસે કાર ખરીદનાર માલિકની શોધખોળ શરૂ કરી છે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola