Vadodara news : વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં ફરી થયો હોબાળો
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં ફરી થયો હોબાળો. જમવાની ગુણવત્તા મુદ્દે વિદ્યાર્થીઓએ રાત્રે ભારે હોબાળો મચાવ્યો. હોસ્ટેલના મેસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા ખરાબ હોવાના આરોપ સાથે વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે મેસ સંચાલકો લોટ,તેલમાં ભેળસેળ કરી ઓછા ગુણવત્તાવાળો સામાન વાપરે છે.
વડોદરાના સમા વિસ્તારની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનો હોબાળો. ભોજનની નબળી ગુણવત્તા અને પાણીની અછતના મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. અનેક રજૂઆત છતા પણ હોસ્ટેલના સત્તાધીશો તરફથી કોઈ પગલા ન ભરાતા આખરે વિદ્યાર્થીઓની ધીરજ ખુટી. સોમવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓએ રોડ પર ઉતરીને હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ચોક્કસ કંપનીના ગુણવત્તાયુક્ત લોટ,તેલ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓની જગ્યાએ હોસ્ટેલના સત્તાધીશો નબળી સામગ્રીનો ઉપયોગ કરે છે.. કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા કોઈ યોગ્ય જવાબ ન મળતા આખરે વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા.