Vadodara Rain : વડોદરા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, દેવ નદી બની તોફાની
Vadodara Rain : વડોદરા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, દેવ નદી બની તોફાની
વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ. વડોદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ. બાજવા ગામમાં વરસ્યો ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન . બાજવા-છાણીનું ગરનાળું ગરકાવ . શિનોર પંથકમાં મેઘરાજાની સટાસટી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. રસ્તા પર ભરાયા વરસાદી પાણી. રેલવે ગરનાળામાં ભરાયા પાણી. સાવલી, ડેસર તાલુકામાં વરસાદ . મહીસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. વાઘોડીયા, ડભોઈ પંથકમાં વરસાદ પડ્યો હતો. શિનોર તાલુકામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી રસ્તા પરથી વહેતા થયા પાણી. સાધલી-શિનોર-માલસરને જોડતા રોડ પર ફરી વળ્યા પાણી. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત.
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તાર એલર્ટ પર. શિનોર અને કરજણ તાલુકાના 11-11 ગામ એલર્ટ પર. શિનોર, માલસર, સુરાશામળ, માંડવા ગામ એલર્ટ પર. બરકાલ, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, અંબાલી, દરિયાપુરા ગામ એલર્ટ પર. કરજણના સાયર, નાની કોરલ, લીલાઈપુરા ગામ એલર્ટ પર. કરજણના મોટી કોરલ, પુરા, ઓઝ ગામ એલર્ટ પર. કરજણનું અરજનપુરા, દેલવાડા, સોમજ, સગડોળ ગામ એલર્ટ પર. વડોદરાના ડભોઈ પાસેની દેવ નદી બની તોફાની. દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી બની તોફાની. ડભોઈ તાલુકાના 11થી વધુ ગામને કરાયા એલર્ટ.