Vadodara Building Collapse : વડોદરામાં 35 વર્ષ જૂની બિલ્ડિંગ ધરાશાયી, 2 લોકો ઘાયલ

Vadodara Building Collapse : વડોદરામાં 35 વર્ષ જૂની બિલ્ડિંગ ધરાશાયી, 2 લોકો ઘાયલ

વડોદરામાં મોડી રાત્રે 35 વર્ષ જૂની ઇમારત થઈ ધરાશાયી. સમતા ગુજરા હાઉસિંગ બોર્ડમાં આવેલું સૂર્ય કિરણ એપાર્ટમેન્ટ થયું ધરાશાયી . 6 ફ્લેટ પૈકી 3 ફ્લેટ થયા ધરાશાયી.  મકાનનું ચાલતું હતું રીનોવેશન. મકાન પર 3 વ્યક્તિ હતા પણ વાઇબ્રેશન થતા તેઓ ઉતરી ગયા હતા. 2 લોકોને સામાન્ય ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. 

ફાયરની ટીમ, કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે સહિત ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં તે અંગેની પણ તપાસ કરાઈ હતી. પોલીસ અને એમજીવીસીએલનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી હતી. મજૂરો કામ કરી રહ્યા હતા પણ તેઓ સાંજે નીકળી જતા મોટી જાનહાની ટળી હતી. જર્જરિત ઇમારત ને કોર્પોરેશન ની નિર્ભયતા શાખાએ આપી હતી નોટિસ. 

ફ્લેટમાં રહેતા દિપક ગુપ્તાનું નિવેદન. આ 30 વર્ષ જૂની ઇમારત છે . જર્જરીત હોવાથી નીચેના માળે રીનોવેશન ચાલતું હતું . દીવાલ ન તૂટે તેની તકેદારી રાખી રીનોવેશન કરવા કહ્યું હતું .  દીવાલ તોડવાની કરતા ઇમારત પડે તેવી થઇ ગઇ અને આખરે પડી ગઇ . અમે બધા પહેલેથી જ બહાર નીકળી ગયા હતા. અમારો ઘર વખરી નો સામાન પણ દબાઈ ગયો . અમે રોડ પર આવી ગયા હવે શું કરીએ . સમગ્ર મામલે પોલીસ માં ફરિયાદ કરીશું . કોણ સહાય કરશે તેની મને ખબર નથી . ઘટના માં 2 વ્યક્તિ ને ઇજા મોટી જાનહાની ટળી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola