Massive explosion at Vadodara : IOCLમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, 2ના મોત

Continues below advertisement

વડોદરાના કોયલીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ આજે વહેલી સવારે કાબુ મેળવાયો. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારના મકાનોના કાચ તૂટ્યા હોવાની ચર્ચા છે. સોમવારે બપોરે સાડા ત્રણ વાગે ઘટના બની, જે બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમે મોર્ચો સંભાળ્યો અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી. આગ એટલી વિકરાળ હતી કે નંદેશ્વરી, ભરૂચ, અંકલેશ્વર સહિત આસપાસની કંપનીના ફાયર ફાઇટર્સની મદદ લેવી પડી. જો કે આ આગ પર પાંચ કલાકની જહેમત બાદ કાબુ મેળવી લેવાયો છે, જેમાં ઈજાગ્રસ્ત થયેલા કોન્ટ્રાક્ટના કર્મચારી ધીમંત મકવાણાનું સારવાર સમયે મોત થયું. જો કે આગ ઉપર કાબુ મેળવવાયા બાદ મોડી સાંજે બીજો બ્લાસ્ટ થયો જેને લઈ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો તો અમદાવાદ, આણંદ સહિતના ફાયર સ્ટેશનમાં પણ જાણ કરાઈ 35 થી વધુ ફાયરની ગાડીઓ કામે લગાડવામાં આવી સાથે આગના કારણે વધુ એક વ્યક્તિનું પણ મોત થઈ ગયું એટલે કે બીજા બ્લાસ્ટ બાદ શૈલેશ મકવાણાએ જીવ ગુમાવ્યો, જ્યારે ફાયર વિભાગ ભાગના ત્રણ કર્મચારી ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા તો આ તરફ કંપનીએ પણ લેખિતમાં નિવેદન જાહેર કર્યું, જેમાં દાવો કર્યો કે આગ લાગવાના સ્થળે તમામ સેફ્ટી સુરક્ષા કાર્યરત છે. સાથે જ હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી ન શકાયું હોવાનો પણ સ્વીકાર કર્યો. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ નલીન ચૌધરીએ વડોદરા રવાના કરવામાં આવ્યા. જે બ્લાસ્ટ બાદ આગની ઘટનાને લઈ રિપોર્ટ તૈયાર કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram