Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
વડોદરામાં એક કપલને અકસ્માત નડ્યો હતો. મળતી જાણકારી અનસાર, વડોદરામાં નેશનલ હાઈવે 48 પાસેના જાંબુઆ એપ્રોચ રોડ પર એક કપલને અકસ્માત નડ્યો હતો. ખાડો ન દેખાતા મોપેડ સવાર પતિ પત્ની રોડ પર પટકાયા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મોપેડ પર દંપતી રોડ પરથી પસાર થતા હતા ત્યારે અચાનક ખાડો આવતા બેલેન્સ ગુમાવ્યું હતું. જેના કારણે તેઓ નીચે પટકાયા હતા. અકસ્માતના કારણે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા અને દંપત્તિને મદદ કરી હતી. અકસ્માતમાં પતિને ઈજા થતા તેને સારવાર આપવામાં આવી હતી.
વડોદરામાં અન્ય એક અકસ્માતમાં વાઘોડીયામાં જરોદ નજીક હાલોલ રોડ ઉપર 4 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અનમોલ સ્કૂલ નજીક થયો હતો જેમાં આઈશર, એક કન્ટેનર અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી જેઓને હોસ્પિટલ ખસેડાયા હતા.