Vadodara Boat Tragedy | બોટકાંડમાં 14 મૃતકોના પરિવારને ન્યાયની માંગ સાથે સામાજિક કાર્યકરનો અનોખો વિરોધ
Vadodara Boat Tragedy | વડોદરા ના હરણી વિસ્તારના લેક્ઝોન ખાતે 18 જાન્યુઆરી ના રોજ ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા જ્યાં બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓને બે શિક્ષિકાઓના મોત નિપજ્યા હતા, આજે ઘટનાને એક માસ પૂર્ણ થતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ લેક ઝોન ખાતે શર્ટ ઉતારી અર્ધનગ્ન હાલતમાં આડોટતા આડોટતા ઘટના સ્થળે પહોંચી તપાસ સાથે ન્યાયની માંગ કરી હતી, દુર્ઘટનામાં કોર્પોરેશન ના અધિકારીઓ અને શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી હતી, હરણી લેક ઝોન નો કોટીયા પ્રોજેક્ટને કોન્ટ્રાક અપાયો હતો જેની બેદરકારીથી 14 લોકો ના મોત નિપજ્યા હતા, આ મામલે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી એસઆઇટીની તપાસમાં આ 20 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અગામી 19 માર્ચ પહેલા કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ શકે છે. ત્યારે કોર્પોરેશન ના જવાબદાર અધિકારી અને શાળા સંચાલક સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ.