Vadodara Boat Tragedy | વડોદરા બોટકાંડમાં સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયરને પરત લેવા માંગ, શું આપી ચિમકી?
Vadodara Boat Tragedy | 18 જાન્યુઆરી ના રોજ વડોદરા ના હરણી લેક્ઝોન માં બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુંણ મોત નિપજ્યા હતા, મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા એ કાર્યવાહી કરતા ફ્યુચારીસ્ટિક વિભાગના 6 કર્મચારીઓ ને શોકોઝ નોટિસ આપી હતી જેમાથી ઉત્તર ઝોન ના આસિસ્ટન્ટ એન્જીનિઅર જીગર સવાણિયા ને સસ્પેન્ડ કરાયા જ્યારે ફ્યુચારીસ્ટિક સેલના આસિસ્ટન્ટ એડિશનલ એન્જીનિઅર મીતેષ માળી ને ટર્મીનેટ કરાયા હતા આ મામલે કોર્પોરેશન ના 150 જેટલા એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનિઅરો એ બદામણી બાગ ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો, તેમનું કહેવું હતું કે મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી ન કરી ને વોર્ડ લેવલ ના અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે જે બંને કર્મચારીઓ ને નોકરી પર ફરીથી રાખવા માંગ કરી હતી, આજે તમામ 150 આસિસ્ટન્ટ એડિશનલ એન્જીનીઅરો માસ સીએલ પર ગયા હતા આવનાર દિવસો માં આંદોલન તેજ થવાની શક્યતા દેખાઈ રહી છે, આ પહેલા ભાજપ ના કાઉન્સિલર આશિષ જોશી એ ફ્યુચારીસ્ટિક વિભાગના મુખ્ય અધિકારી ધીરેન તળપદા સામે કાર્યાવહી કરવા પણ માંગ કરી હતી.