Vadodara Harani Lake Tragdy | હરણી તળાવ દુર્ઘટનાનો આરોપી બન્યો લોકોના રોષનો ભોગ, કોર્ટ બહાર ફેંકવામાં આવી શાહી

Continues below advertisement

Vadodara:  વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોતને લઈને રાજ્યભરમાં ગુસ્સો જોના મળી રહ્યો છે. તો બીજી તરફ આજે કોટિયા મેનેજમેન્ટના સંચાલક બીનીત કોટિયાને કોર્ટમાં લવાયો હતો. જ્યાં આરોપી લોકોના રોષનો ભોગ બન્યો હતો. કોર્ટમાંથી પૉલીસ જાપ્તામાં બહાર નીકળતા જ બીનીત કોટિયાનું કાળી શાહીથી મોઢું કાળું કરાયું હતું. યુથ કોંગ્રેસના કુલદીપ વાઘેલા દ્વારા આરોપી બીનીત પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. જો કે, બાદમાં પોલીસ દ્વારા કુલદીપ વાઘેલાની અટકાયત કરી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, યુથ કોંગ્રેસ પ્રમુખ છે કુલદીપસિંહ વાઘેલા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram