
Vadodara Group Clash : લાકડી અને હથિયારો વડે બે જુથ વચ્ચે થઈ ભયંકર મારમારી, જુઓ CCTV ફુટેજ
Continues below advertisement
કરોડિયા રોડ લક્ષ્મીનગર સોસાયટી ખાતે પતંગ ચગાવવા બાબતે બે પરિવાર વચ્ચે હિંસક મારામારી થઈ હતી. સામ-સામે છરી, ધાર્યું, લોખંડની પાઇપ તથા પથ્થરો વડે મારામારી થઈ હતી. આ મામલે જવાહરનગર પોલીસે રાયોટિંગ સહિતના ગુના નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. કરોડિયા રોડ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો ઇસ્માઈલ ઈબ્રાહીમ ખાટકીનો
ઉતરાયણના દિવસે પતંગ ચગાવવા બાબતે તેની સોસાયટીમાં રહેતા ઈકબાલ ઉર્ફે ફટક સાથે ઝઘડો થયો હતો. ત્યારે તેની અદાવત રાખીને ઈકબાલ ફટકેએ ઇસ્માઈલને ફોન કરી અપશબ્દો બોલીને ધમકી આપી હતી. ઈકબાલ કહેવા લાગ્યો હતો કે, હું તારા ત્યાં આવું છું, ત્યારબાદ તે પોતાના ભાઈ મોહસીન, મુબારક, તેના પિતા અકબર તથા ઇમરાન અને બીજા ચાર લોકોને સાથે લઈ લાકડીઓ, લોખંડની પાઇપ અને ધાર્યું લઈને ઇસ્માઈલના ઘર નજીક પહોંચ્યા હતા.
Continues below advertisement