
Vadodara Love Jihad : મોહસીને મનોજ નામ ધારણ કરી ડિવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, જુઓ અહેવાલ
Continues below advertisement
Vadodara Love Jihad : મોહસીને મનોજ નામ ધારણ કરી ડિવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, જુઓ અહેવાલ
વડોદરામાં ડિવોર્સી મહિલા લવ જિહાદનો શિકાર બની છે. રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરતા મોહસીન નામના યુવકે મહિલાને લવ જિહાદનો શિકાર બનાવી હોવાનો આરોપ છે. મહિલા વર્ષ 2020માં મોહસીનના સંપર્કમાં આવી હતી. આરોપીએ પોતાની ઓળખ મનોજ સોની તરીકે આપી હતી. સાથે જ લગ્નની લાલચ પણ આપી. જો કે બાદમાં મનોજ સોની નહીં પણ મોહસીન પઠાણ હોવાનો ભાંડો ફૂટ્યો. મહિલાએ પ્રતિકાર કરતાં મોહસીને માર મારી મહિલા અને તેના દીકરાઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું. મોહસીને મહિલાના નામે બે લાખની લોન લીધી હતી, જે બાદમાં મહિલાની ફરિયાદના આધારે પોલીસે મોહસીનની ધરપકડ કરી લીધી છે. એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખાણ આપેલી હતી જે હકીકતે એ વ્યક્તિનું નામ મોહસીન અયુબ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે, એ વ્યક્તિ આ બેનની જોડે કેટરીંગના કામ સંબંધે કોન્ટેક્ટમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જ્યારે ડિવોર્સ થયેલા હતા તો એ બેનની સાથે એને હિન્દુવિધિ મુજબ લગ્ન પણ કર્યા. સને 2022થી એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા. બેનને જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારજૂડ કરવાનું શરૂ કરી એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા, તેમ પોલીસે જણાવ્યું હતું.
Continues below advertisement