Vadodara News | વડોદરામાં 2 દિવસ 1 લાખ લોકોને નહીં મળે પાણી, જુઓ શું છે કારણ?
Vadodara News | સ્માર્ટ સીટી વડોદરા માં દૂષિત પાણી ની સમસ્યા હવે એક આદત બની ગઈ છે.કારણ કે શહેર ના વિવિધ વિસ્તારો માં ખૂણે ખૂણે કોઈ ને કોઈ કામગીરી ને લઈને ખોદકામ થતું રહે છે અને તેમાં પાણી ની લાઈન નું કામ વધુ હોય છે.આવી જ કામગીરી લાલબાગ અને માંજલપુર વિસ્તાર માં ચાલી રહી છે.અહીં છેલ્લા 10 થી 12 વર્ષ થી પીવાના પાણી ની સમસ્યા વધુ વિકટ બની છે કારણ કે એક બાદ એક પાણી ની લાઈન માં લીકેજ સર્જાય છે અને તેનું ખોદકામ કરતા ડ્રેનેજ લાઈન તૂટે છે.જેને લઈને કેટલીક વાર ડ્રેનેજ મિશ્રિત પાણી લોકો ના ઘર માં પહોંચે છે.આ બધી ફરિયાદો ને કારણે અહીં ફરી એક વાર 600 મિમી વ્યાસ ની પાણી ની લાઈન નાખવાની કામગીરી હાથ ધરાઈ છે.સ્થાનિક અગ્રણી નું કહેવું છે કે હાલ માં જ પાલિકા ને બેસ્ટ વોટર સપ્લાય એવોર્ડ મળ્યો છે તો તે કેવી રીતે મળ્યો તેની તપાસ થવી જોઈએ.