વડોદરાઃ પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને રિમાન્ડ માટે કોર્ટમાં કરાશે રજૂ, જુઓ વીડિયો
વડોદરામાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને રિમાંડ માટે આજે કોર્ટમાં રજૂ કરાશે. કિશોરી દુષ્કર્મ કેસના આરોપી પ્રશાંત ઉપાધ્યાયે કિશોરી પર દુષ્કર્મ પહેલા તેને માઉથ ફ્રેશનર તરીકે ટેબલેટ આપી હતી અને ત્યારબાદ કિશોરી બેભાન થઈ ગઈ હતી. અને પ્રશાંતે પણ દવાનું સેવન કર્યું હતું. પોલીસ આરોપી પ્રશાંતની રિમાન્ડ મેળવ્યા બાદ તેને કઈ દવાનું સેવન કર્યું હતું તે અંગે પૂછપરછ કરશે.પ્રશાંત ઉપાધ્યાય પોતે ડોક્ટર હોવાના દાવો કરતો હતો. ખરેખર તે ડોક્ટર છે કે પછી બીજા કોઈ પાસેથી દવા લાવતો હતો તેની પોલીસ તપાસ કરશે. વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસે તેની શુક્રવારે ધરપકડ કરી હતી અને આજે ગોત્રી પોલીસ આરોપી પ્રશાંતને વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરશે.