Vadodara Rain Updates | આગાહી વચ્ચે વડોદરામાં તૂટી પડ્યો મનમૂકીને વરસાદ, જુઓ વીડિયો
વડોદરાથી મળી રહ્યા છીએ જ્યાં ડભોઈ પંથકમાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડોદરાના વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. વડોદરાથી મળી રહ્યા છીએ જ્યાં ડભોઈ પંથકમાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડોદરાના વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 26, 27 અને 28 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શિયરઝોનના કારણે વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદમાં 26,27 અને 28 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..