વીકએન્ડ કર્ફ્યૂ કરી શું કોરોનાના સંક્રમણને અટકાવી શકાશે: અમિત ચાવડા
Continues below advertisement
કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના કાળમાં સરકારે કરેલી તૈયારીઓને સામે સવાલ ઉઠાવ્યા છે. કૉંગ્રેસ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 10 મહિનામાં નવા આઈસીયુ અને ઈફ્રાસ્ટ્રક્ટર ઉભા કરાયા તેનો સરકાર જવાબ આપે. સાથે કૉંગ્રેસે સરકાર પર આંકડાની માયાજાળ રચતી હોવાનો આક્ષેપ કર્યો છે. નાઈટ કર્ફ્યૂને લઈને સરકાર પર સવાલ ઉઠાવતા અમિત ચાવડાએ કહ્યું કે, શું રાત્રિ કર્ફ્યૂ લગાવાથી કોરોનાને નિયંત્રણ કરી શકીશું. સરકારી હોસ્પિટલમાં બેડ, વેન્ટીલેટર અને બાકીની વ્યવસ્થા શું છે તે અંગે સરકારે જવાબ આપવો જોઈએ. પ્રજા ખાનગી હોસ્પિટલોમાં લૂટાઈ રહી છે ત્યારે પ્રજાને સસ્તી અને સારી સારવાર મળી રહે તે માટે સરકારનું આયોજન શું છે ?
Continues below advertisement