205 Indians Returning from America: 200થી વધુ ભારતીયો અમેરિકાથી થયા ઘરભેગા, 30થી વધુ ગુજરાતી
ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું લશ્કરી વિમાન ભારત પહોંચવાનું છે. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઇને અમેરિકન C-147 વિમાન દ્વારા ભારત આવી રહ્યું છે. યુએસ એરફોર્સના સી-17 ગ્લોબમાસ્ટર વિમાને ટેક્સાસ નજીકના યુએસ લશ્કરી મથકથી અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ઉડાન ભરી હતી. જોકે, વિમાનમાં કેટલા ભારતીયો સવાર હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ સૂત્રો કહે છે કે આ વિમાનમાં 205 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી 140 ભારતીયો પંજાબના છે. પરંતુ ભારત તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.