ભારતીય અમેરિકન ફેમિલિ અમિતાભ બચ્ચનને માને છે ભગવાન, 60 લાખના ખર્ચે બનાવ્યું સ્ટેચ્યું
બોલિવૂડ એક્ટર અને શહેનશાહ તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. તેમની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો સુધી રાહ જુએ છે. હવે બિગ બીની લોકપ્રિયતાનું આવું ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું, જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. ન્યુ જર્સીના એડિસન સિટીમાં રહેતા એક ભારતીય અમેરિકન પરિવારે પોતાના ઘરે બોલિવૂડના શહેનશાહની પ્રતિમા સ્થાપિત કરી છે. પરિવારે ભવ્ય ઉજવણીનું પણ આયોજન કર્યું હતું જેમાં નેતા આલ્બર્ટ જસાનીએ પણ ભાગ લીધો હતો