Russia Earthquake: રશિયાના કામચટકામાં ફરી 7.8ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું પણ અપાયું એલર્ટ
Continues below advertisement
રશિયામાં એક પ્રચંડ ભૂકંપ આવ્યો છે, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. કામચટકા ટાપુ નજીક 7.8 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ તીવ્ર ભૂકંપથી રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. ભૂકંપના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ફર્નિચર, કાર અને લાઇટ જોરદાર રીતે ધ્રુજતા જોવા મળે છે.
એક અઠવાડિયા પહેલા, રશિયામાં પણ એક જોરદાર ભૂકંપ અનુભવાયો હતો. કામચટકા પ્રદેશ નજીક 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.
કામચટકા પ્રદેશના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે ટેલિગ્રામ પર જાહેરાત કરી હતી કે પૂર્વ કિનારા પર સુનામીનો ખતરો છે. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે. મહત્વનું છે કે, હાલમાં કોઈ નુકસાન થયું નથી.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement