Attack On Kapil Sharma's cafe: Kapil Sharmaના કેનેડાના કેપ્સ કેફે પર ફાયરિંગ, હુમલા અંગેનું કારણ અકબંધ

સરેમાં કપિલ શર્માના કેપ્સ કાફેની બહાર સ્થાનિક સમય મુજબ સવારે 1:50 વાગ્યે અનેક ગોળીબાર કરવામાં આવ્યા હતા. સરે પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર સમયે કેફેના કેટલાક કર્મચારીઓ રેસ્ટોરન્ટની અંદર હાજર હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં કેફે ખુલ્યા પછી ગોળીબાર થયો હતો. સરે કાફેની બારીઓમાં લગભગ 10 ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા.

કોમેડિયન કપિલ શર્માના કેનેડાના "કેપ્સ કેફે"ની ખિડકી પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે. હુમલાખોર કારમાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. કપિલનું આ કેફે કેનેડાના સરે વિસ્તારમાં છે. થોડા દિવસ અગાઉ આ કેફેનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ ફાયરિંગ રાત્રે કરવામાં આવી હતી. હુમલાખોર ખિડકીના કાળા કાચ પર ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola