Boycott Turkey: દેશના 9 એરપોર્ટ્સ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનો તુર્કીનો કોન્ટ્રાક્ટ કરાયો રદ્દ
ઓપરેશન સિંદૂર પછી 'બહિષ્કાર તુર્કી'ની હાકલ વચ્ચે, ભારત સરકારે સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સુરક્ષા મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ના આદેશ અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ તુર્કી કંપની હવે ભારતીય એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ કરી શકશે નહીં.
સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા એ તુર્કીના સેલેબી ગ્રુપનો ભાગ છે. તે મુંબઈ, દિલ્હી, કોચી, કન્નુર, બેંગલુરુ, હૈદરાબાદ, ગોવા, અમદાવાદ અને ચેન્નાઈ એમ 9 મુખ્ય ભારતીય એરપોર્ટને સેવા આપતું હતું.સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાનને ડ્રોન મોકલ્યા બાદ તુર્કીને ભારતમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટર્કિશ સફરજનથી લઈને સૂકા ફળો અને માર્બલ અને અન્ય વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.