Canada Visa Rules: કેનેડાના કડક સ્ટુડન્ટ વિઝા નિયમોથી રિજેકશન રેટમાં વધારો

Continues below advertisement

કેનેડાએ કડક નિયમો બનાવતા દર ચારમાંથી ત્રણ ભારતીય વિદ્યાર્થીના વિઝા થઈ રહ્યા છે નામંજૂર. આ વર્ષમાં અત્યાર સુધીમાં માત્ર 1100 ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા કેનેડાના વિઝા. 2023માં 20 હજાર 900 વિદ્યાર્થીની વિઝા એપ્લિકેશન સામે આ વર્ષે માત્ર 4 હજાર 515 વિદ્યાર્થીઓએ જ એપ્લિકેશન કરી હોવા છતાંય એપ્લિકેશન રેજેક્શનનો રેશિયો વધ્યો. કેનેડાની સરકારના ઈમિગ્રેશન વિભાગના આંકડા પ્રમાણે નવી ઈમિગ્રેશન પોલિસી પછી વિદેશી સ્ટુડન્ટનો રિજેક્શન રેશિયો ખુબ જ વધ્યો. 2023માં 20 હજાર 900 ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જવા માટે અરજી કરી હતી, એમાંથી છ હજાર 700ને વિઝા મળ્યા. તે સિવાયના મોટા ભાગના વિદ્યાર્થીઓને લીલી ઝંડી મળી. તે વર્ષે રિજેક્શન રેશિયો 32 ટકા હતો, તેની સરખામણીએ વર્ષ 2025માં માત્ર ચાર હજાર 515 વિદ્યાર્થીઓએ જ વિઝા માટે અરજી કરી, તેમ છતાં 74 ટકા ઊંચો રિજેક્શન રેસિયો. વર્ષ 2025માં માત્ર 1100 વિદ્યાર્થીઓને જ કેનેડાના વિઝા મળ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola