Philippines Earthquake: ફિલિપાઇન્સમાં 7.6ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ, સુનામીની અપાઈ ચેતવણી

Continues below advertisement

ફિલિપાઈન્સમાં 7.4ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો. જેમાં સેંકડોના મોત નિપજ્યા તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. વિનાશકારી ભૂકંપ બાદ વધુ આફટરશોક્સની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. દક્ષિણ ફિલિપાઈન્સના મિંડાનાઓ ક્ષેત્રમાં 7.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. ફિલિપાઈન્સના હવામાન વિભાગ મુજબ પ્રથમ સુનામી ફિલિપાઈન્સના સમય અનુસાર 9 વાગ્યેને 43 મીનિટથી 11 વાગ્યેને 43 મીનિટ દરમિયાન આવશે. જેના કારણે લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. મધ્ય અને દક્ષિણ ફિલિપાઈન્સના દરિયાકાંઠાના શહેરોના રહેવાસીઓને તાત્કાલિક ઊંચા સ્થાને સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. અગાઉ 30 સપ્ટેમ્બરના ફિલિપાઈન્સના સેબુ પ્રાંતમાં 6.9ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો.  જેમાં 69 લોકો માર્યા ગયા હતા અને દોઢસોથી વધુ ઈજાગ્રસ્ત થયા હતાં.  ત્યારે આ વખતની ભૂકંપની તિવ્રતા 7.4ની નોંધાઈ છે... ત્યારે જાનહાનિ મોટી થવાનો અંદાજ છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola