USA:Donald trump : ટ્રમ્પની ભારતને ફરી ધમકી, ‘વેપાર અવરોધો નહીં હટાવ્યા તો..’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યા પછી હવે ફરી એક વખત તેમણે ટેરિફ મુદ્દે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો રેસિપ્રોકલ ટેરિફ ક્રમશઃ ૯ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો. આ ડેડલાઈન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે ફરી એક વખત કહ્યું છે કે ૯ જુલાઈની ડેડલાઈન તેઓ મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે. બીજીબાજુ ટ્રમ્પે ભારત પર તમામ વેપાર અવરોધો હટાવવા દબાણ કરતા ૨૫ ટકા ટેરિફની ગર્ભિત ધમકી આપી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી આપી છે.