Donald Trump Vs Elon Musk: ટ્રમ્પ અને મસ્કની તૂટી દોસ્તી, મસ્ક નવી પાર્ટી બનાવવાના મૂડમાં

Donald Trump Vs Elon Musk: ટ્રમ્પ અને મસ્કની તૂટી દોસ્તી, મસ્ક નવી પાર્ટી બનાવવાના મૂડમાં Watch Video 

અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા તેમજ X (અગાઉ ટ્વિટર) ના સીઈઓ એલોન મસ્ક વચ્ચેનો શાબ્દિક સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. જે બંને દિગ્ગજો યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન એકબીજાના ભારોભાર વખાણ કરતા હતા, તેઓ હવે ખુલ્લેઆમ સામસામે આવી ગયા છે. ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે એલોન મસ્ક તેમની સાથે વાત કરવા માંગે છે, પરંતુ તેઓ વાતચીત માટે બિલકુલ તૈયાર નથી.              

એબીસી ન્યૂઝ (ABC News) ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક વિશે કહ્યું હતું કે, "તે પાગલ થઈ ગયો છે." અગાઉ એવા અહેવાલ હતા કે વ્હાઇટ હાઉસના (White House) અધિકારીઓએ આ વિવાદનો અંત લાવવા માટે ૬ જૂને ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે મુલાકાતનું આયોજન કર્યું છે. જોકે, જ્યારે ટ્રમ્પને આ મુલાકાતના સમયપત્રક વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે એલોન મસ્કને મળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola