US Bar Mass Shooting : અમેરિકાના સાઉથ કેરોલિનામાં અંધાધૂંધ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા

Continues below advertisement

અમેરિકાના સાઉથ કેરોલિનામાં અંધાધૂંધ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા. જ્યારે 20 લોકો ઘાયલ. સાઉથ કેરોલિનાના સેન્ટ હેલેનાના ભીડભાડવાળા વિસ્તારમાં ફાયરિંગ થતા નાસભાગ મચી ગઈ.ગોળીબાર થતા અનેક લોકો ઘાયલ થયા હતા. ગોળીઓથી બચવા માટે લોકો નજીકની દુકાનો અને ઘરોમાં દોડી ગયા હતા.

અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક ભીડભાડવાળા બારમાં ગોળીબાર થયાના અહેવાલો છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ ઘાયલ થયા છે. રવિવારે વહેલી સવારે સેન્ટ હેલેનામાં વિલીજ બાર એન્ડ ગ્રીલમાં ફાયરિંગ થયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં ભારે ભીડ હતી. ફાયરિંગમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બચવા માટે લોકો નજીકની દુકાનો અને ઘરોમાં દોડી ગયા હતા."

પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, "આ દરેક માટે ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ ઘટના છે. અમે તપાસ કરતી વખતે ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. અમારા વિચારો બધા પીડિતો અને તેમના પ્રિયજનો સાથે છે."

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola