Hurricane Milton Updates | વાવાઝોડાએ અમેરિકાને કર્યુ તબાહ, અત્યાર સુધી 14 લોકોના મોત
અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું વાવાઝોડું 'મિલ્ટન' ફ્લોરિડાના સિએસ્ટા સિટીના દરિયાકાંઠે ત્રાટક્યું છે અને આ તોફાને ફ્લોરિડામાં ભારે તબાહી મચાવી છે. રિપોર્ટ્સ અનુસાર 'મિલ્ટન' વાવાઝોડાને કારણે સેંકડો ઘરો ધરાશાયી થયા છે અને અનેક જગ્યાઓ પર વીજળી પણ ગુલ થઈ ગઈ છે. હાલ તેના ઘણા વીડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પહેલા જ લોકોને આ 'મિલ્ટન' વાવાઝોડાને લઈને સતર્ક રહેવા કહ્યું હતું, સાથે જ તેને "સદીનું સૌથી મોટું તોફાન" ગણાવ્યું હતું. આટલું જ નહીં અમેરિકાની સરકારે તોફાનનો સામનો કરવા માટે અસરગ્રસ્ત લોકોના રહેવાની વ્યવસ્થા પહેલાથી જ કરી દીધી હતી.
ફ્લોરિડામાં વિનાશકારી વાવાઝોડા મિલ્ટને તબાહી મચાવી છે અને વાવાઝોડું ગુરુવારે એટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશ્યું હતું. એ બાદ ભારે પવન અને વરસાદ સાથે દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને કહેવાય રહ્યું છે કે આ તોફાનના કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે.