Indian Deport From USA: ગેરકાયદે ભારતીય વસાહતીઓને હથકડી બાંધીને કરાયા ડિપોર્ટ | Abp Asmita
Indian Deport From USA:ગેરકાયદે ભારતીય વસાહતીઓને હથકડી બાંધીને કરાયા ડિપોર્ટ | Abp Asmita
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા ભારતીયોનો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.. ઘુસણખોરોને કેવી રીતે ખદેડવામાં આવે છે તેનો એક વીડિયો વ્હાઈટ હાઉસ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.. અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓને હથકડી બાંધીને મોકલાતા હોવાનો વીડિયો પોસ્ટ કર્યો છે... ગેરકાયદે વસાહતીઓને ઈલીગલ એલિયન્સ ગણાવીને વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પણ ગેરકાયદે રીતે અમેરિકામાં ત્યાં પહોંચ્યા હતા ત્યાંથી તેમને કઈ રીતના મોકલવામાં આવે છે તેનો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વાઈટ હાઉસ ખાતેથી આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તમામને હથકડી પહેરાવીને પાછા મોકલવામાં આવ્યા હોવાનો વિડીયો જોવા મળી રહ્યો છે.